વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામો આપતી અનેક સંસ્થાઓને સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવા તારીખ ૧૨/૦૪/૨૦૨૨ ના રોજ દીલ્હી ખાતે યોજાયેલ ૮૧મો સ્કોચ સમીટ મા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સુરત ખાતેના ઔધોગિક એકમો માટે બોર્ડ દ્વારા કાર્યાન્વિત કરવામાં આવેલ એમીશન ટ્રેડીંગ સ્કીમ માટે પ્રતિષ્ઠિત સ્કોચ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. આ એવોર્ડ છેલ્લા ૨૦ વર્ષથી દેશમાં સૌથી વિશ્વસનીય રીતે અપાતા એવોર્ડ છે અને તેને પર્યાવરણ આરોગ્ય, શિક્ષણ સામાજીક ઉત્થાન, ઉર્જા, વિગેરે ક્ષેત્રોમાં અસાધારણ પથારો માટે તૃતીય-પક્ષ દ્વારા મૂલ્યોકનના આધારે આપવામાં આવતા ભારતના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક ગણવામાં આવે છે.

Read more at NewsAayog.